Saturday 24 August 2013

નાગ પાંચમ_બાંડીયાબેલી






બાંડીયાબેલી

પાંચાળ પ્રદેશની પથરાળ અને લાંપડિયાળ ભુમી, સુકી અને વેરાન ધરતી. આ પ્રદેશની વચ્ચો-વચ પ્રકૃત્તીએ પોતાના સૌંદર્યને છુટે હાથે વેર્યુ છે. આ સ્થળ છે ‘બાંડીયાબેલી’. થાનની આજુબાજુના પચાસેક કી.મી.ના વિસ્તારમા નાનકડું જંગલ પથરાયેલું છે. આ જંગલ ‘માંડવ વન’ કે ‘માંડવનુ વીડ’ તરીકે ઓળખાય છે. વનની વચ્ચે ‘બાંડીયાબેલી’નુ મનમોહક સ્થળ આવેલું છે. અહીં જાંબુડા, આંબલી, ગુગળ, કેવડા, પીપળા વગેરે અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે. આ ગીચ વનરાજીને લીધે અહી બારેમાસ વાતાવરણ શીતળ રહે છે. જંગલની અંદર જ ૨૫થી ૩૦ કિલોમીટરનાં રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે. પથરાળ વિસ્તારમાં ફેલાયેલાં જંગલમાં નાનાં-નાનાં તળાવ જોવા મળે છે. જ્યાં માઇગ્રેટેડ બર્ડ્સ જેવાં કે ફ્લેમિંગો, એશિયન ઓપન હિલ્સ્ટોક વગેરે જોવા મળે છે.
બાંડીયાબેલી જે વિસ્તારમાં છે તેને પાંચાળ કહેવાય છે.પાંચાળ વિશેની બહુ પ્રચલિત કહેવત છે
“ખડ પાણી અને ખાખરા, પત્થરનો નહીં ,
પણ નર પટાદર નીત જે, દેવભુમિ પાંચાળ.”
એટલે કે આ વિસ્તારને પત્થર, ખાખરા, પાણી અને દેવ ભુમિ કહેવામાં આવે છે. જો તમે રસ્તો ભુલી જાઓ તો મંદિરની આસપાસ જ ફર્યા કરો તેવું આ જંગલ છે. આ વિસ્તારને નાગભુમિ કહેવાતી હોઇ અહીંયા અનેક પ્રજાતિનાં સાપ જોવા મળે છે. જંગલમાં નાના-મોટા અનેક વોંકળાં હોવાથી ખુબ જ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. વળી, આ ભુમિ કૃષ્ણની પટરાણી સત્યભામાનું મોસાળ અને દ્રોપદીનું પિયર હોઇ પૌરાણિક મંદિરો ઘણાં જોવા મળે છે. આ ઉપરાંત ત્યાં પાણીથી ભરપુર ડેમની પણ મઝા માણી શકાય તેવી છે.
એક પૌરાણીક કથા અનુસાર અહીં કણ્વ, ગાલ્વ, આતીથ્ય, અંગીરસ અને બૃહસ્પતી એમ પાંચ ઋષીઓના આશ્રમો હોવાથી આ વિસ્તારને પાંચાળ તરીકે ઓળખવામા આવે છે. આ ઋષીઓના તપ અને યજ્ઞોમા દાનવો વારંવાર વિક્ષેપ પાડતા અને તેમને પરેશાન કરતા. આથી ઋષીઓએ હનુમાનજી, વાસુકી નાગ અને બંડુક નાગને રક્ષણ માટે પ્રાર્થના કરી. તેમની વીનંતિથી આ ત્રણે દેવોએ અહીં પોતાના બેસણા સ્થાપ્યા. વળી અન્ય કથા અનુસાર જ્યારે સર્પ યજ્ઞ થયો અને બધા સર્પો યજ્ઞમા હોમાવા લાગ્યા ત્યારે વાસુકી, ભુજીયો અને બંડુક ભાગી નીકળ્યા. વાસુકી થાનમા ગયા, ભુજીયો ભુજમા ગયા અને બંડુક બાંડીયાબેલીમા સ્થીર થયા.આ બંડુક એ બાંડીયાબેલી કહેવાયા કેમ કે તેમની પુંછડી સહેજ કપાઇ ગઇ હતી એટલે કે બાંડા થઇ ગયા હતા. પાછળથી માંડવ્ય ઋષીએ પણ પોતાનો આશ્રમ અહી સ્થાપ્યો તેથી આ વનને “માંડવ વન” કે “માંડવની વીડ” તરીકે ઓળખવામા આવે છે.
અહી સુંદર અને નાનુ બાંડીયાબેલીનું મંદીર આવેલુ છે. તેની બાજુમા જ હનુમાનજીનું અને શંકર ભગવાનનું મંદીર આવેલા છે. અહીં એક સુંદર કુંડ આવેલો છે, જેમાં બારે માસ પાણી ભરેલુ રહે છે. આ કુંડની વિશેષતા એ છે કે તેમા પાણીનુ સ્તર હંમેશા જમીનના સ્તરથી ઉંચુ રહે છે. વળી આ પાણીમા સ્નાન કરવાથી ચામડીના રોગો મટતા હોવાનુ પણ સાબીત થયેલુ છે. એને આ સ્થળની પવીત્રતાનો પ્રતાપ માનો કે પછી પ્રકૃત્તીનો ચમત્કાર. ‘અહીં ઝાડી કપાતી નથી’ એવી પણ એક લોક વાયકા છે. અને તે કાપનારાને પરચા મળ્યા ના પણ દાખલા છે. શહેરની ભીડભાડ અને તણાવયુક્ત વાતવરણથી દુર આવેલું આ એક સુંદર અને મનને અદભુત શાંતિ આપનારું મનોરમ્ય પ્રાકૃતિક સ્થળ છે.

"નાગ પાંચમ મહત્વ અને અવનવી કથાઓ છે"

શ્રાવણ માસની અંધારી પંચમીનું આ વ્રત છે. વ્રતધારિણી તે દિવસે પાણિયારા પર નાગનું ચિત્ર આલેખીને ઘીનો દીવો પેટાવે. પાણીની ધારાવાડી દઈને પછી બાજરો, કુલેર વગેરેનું નૈવેદ્ય ધરાવે. પોતે આગલા દિવસનું રાંધેલું બાજરાનું ઠંડું અન્ન જમી એકટાણું કરે.

આપણી સંસ્કૃતિમાં દર વર્ષે નાગપૂજા કરવામાં આવે છે જેને સામાન્ય ભાષામાં નાગપંચમી કહેવામાં આવે છે. ભગવાન શિવ પણ સર્પોની માળા ગળામાં ધારણ કરનાર નાગ દેવતા પ્રત્યે આદર કરવાનો ઉપદેશ આપે છે. જૈન ધર્મ, દર્શન તથા સાહિત્યમાં પણ નાગને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. તેવીસમા તીર્થંકર પાશ્વનાથના ગર્ભકાળમાં જ માતા વામાદેવીની નજીકમાં સરકતા નાગદેવતા જોયા જે દેવી દિવ્યતાનું પ્રતીક હતા. માન્યતા છે કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પંચમી નાગોને આનંદ આપનાર તિથિ છે એટલે તેને નાગપંચમી કહે છે.

આ દિવસે સ્ત્રીઓ તેમના ભાઈની સુખ સમૃદ્ધિ અને પ્રગતિ માટે ઉપવાસ કરીને નાગદેવતાને પ્રાર્થના કરે છે. કહેવાય છે કે, ભાઈની ઉન્નતિ માટે ઈશ્વર સમક્ષ ઉત્કંઠા અને ભાવથી કરેલી પ્રાર્થના ઈશ્વરનાં ચરણોમાં પહોંચે છે. એટલે દરેક સ્ત્રીએ આ દિવસે ઈશ્વરીય રાજ્યની સ્થાપના કરવા માટે દરેક યુવાનોને   સદ્ બુદ્ધિ, શક્તિ અને સામર્થ્ય મળે, એવી પ્રાર્થના કરવી જોઈએ. 

આર્ય સંસ્કૃતિએ નાગને દેવ તરીકે સ્વીકારેલ છે. નાગદેવતા ખેતરોનું એક રીતે રક્ષણ કરે છે, તેથી તેને 'ક્ષેત્રપાળ' પણ કહે છે. જીવજંતુ, ઉંદર વગેરે પાકને નુકસાન કરે છે તેનું ભક્ષણ કરી પાકનું રક્ષણ કરે છે. જો ગુરુ દત્તાત્રેય જેવી દૃષ્ટિ હોય તો સાપના પણ ગુણો દૃષ્ટિગોચર થાય છે.  ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે, "નાગોમાં હું વાસુકિ નાગ છું." આ વાસુકિ નાગે સમુદ્રમંથન વખતે સાધનરૂપ બનીને પ્રભુકાર્યમાં નિમિત્ત બનવાનો દુર્જનોને પણ સંકેત કર્યો છે. દુર્જન જો ભગવદ્ કાર્યમાં જોડાય તો પરમાત્મા પણ રાજી રહે. શિવજીએ સમગ્ર સૃષ્ટિનું શ્રેય કરવા કંઠે વિષ ધારણ કરીને 'નીલકંઠ' બની તેમજ સાપને પોતાના શરીર પર રાખીને અને વિષ્ણુએ શેષશયન કરીને આ વાતનું સમર્થન કર્યું છે.
કાળીનાગને વશ કરવા શ્રીકૃષ્ણે ઊંડા ધરામાં ઝંપલાવ્યું અને નાગને વશ કર્યો હતો. લક્ષ્યાર્થ લઈએ તો આ દેહરૂપી ધરામાં કાળીનાગરૂપી કાળ છુપાઈને બેઠો છે અને દેહરૂપી ધરાને ઝેરરૂપ બનાવી દીધો છે. જે જે પ્રાણીઓ પૃથ્વી પર આવા દેહરૂપી ધરામાં પ્રવેશે છે તે કાળીનાગરૂપી કાળને આધીન બની જાય છે. એનું જીવન મૃત્યુમય બની જાય છે. એમાં અમૃત જીવનનો અંશ પણ રહેતો નથી.
આથી શ્રીકૃષ્ણરૂપી આત્મા કાળીનાગરૂપી કાળને ઢંઢોળી વશ કરવા માટે દેહરૂપી ધરાના ઊંડાણમાં મૃત્યુની પરવા કર્યા વિના ઝંપલાવે છે. માતા-પિતા અને ગોવાળિયારૂપી આપ્તજનોની અને દેહની દરકાર કોરાણે મૂકીને જ કાળને વશ કરી શકાય છે. મહાકાળને વશ રહેનારી અને તેને જ વરેલી એવી આશા-તૃષ્ણારૂપી નાગણીઓ શ્રીકૃષ્ણરૂપી આત્માને પાછા વાળવા માટે વિવિધ પ્રકારની લાલચો આપે છે. શ્રીકૃષ્ણરૂપી આત્મા આ બંધનમાં જકડી રાખનારી લાલચોથી લલચાયો નથી. કાળને વશ કરવાની જ્યાં નેમ હોય છે ત્યાં આત્મા લલચાય તો જીવનું કલ્યાણ થતું નથી અને જીવનની બાજી ધૂળમાં મળે છે.
માનવી આત્મજ્ઞાનને પામવા દેહરૂપી ધરામાં જો મહાકાળને (નાગદેવતાને) જગાડી દમન ન કરે તો દેહરૂપી ધરો દિનપ્રતિદિન ઝેરી બનતો જાય છે. આ દેહરૂપી ધરામાં નાગણીઓરૂપી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે લાચાર બન્યા છે અને શ્રીકૃષ્ણરૂપી આત્માને નમી પડયા છે.


Thursday 15 August 2013











Happy Independence Day to all Indian people...

JAY HIND, JAY JAY GARVI GUJARAT, BHARAT MATA KI JAY..

we happy to share our national anthem with you....

જ ન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ જયગાથા।
જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે જય જય જય જય હે॥

Download free indian flag vector
http://www.scribd.com/doc/160422345/Download-Free-Indian-Flag-Vector

Sunday 10 March 2013




આજે મહાશિવરાત્રી છે... વાહલા ભક્ત જનો ને હર હર મહાદેવ...જય જય શ્રી પરશુરામ...
આપણા થાનગઢ ની આસપાસ અને થાનગઢ માં ઘણા શિવ મંદિર આવેલા છે. એમાં તરણેતર અને જરીયા મહાદેવ એતો જગવિખ્યાત મંદિર છે. સાથે સાથે અપણા ગામ દેવતા વાસુકી દાદા નું મંદિર પણ પ્રચલિત છે. થાનગઢ માં કાળેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ અને ભોંયરેશ્વર મહાદેવ પણ ખુબ જ અદભૂત અને સુંદર શિવાલયો છે. અને ગમેત્યા જાવ લોકોને આપણા થાનગઢની ઓળખ આપવી હોય તો ફક્ત એટલું જ કેહવું પડે કે તરણેતર વાળું થાન, વાસુકીદાદા વાળું થાન, જરીયા મહાદેવ વાળું થાન. આપડે તો થાન કહીએ ત્યાતો લોકો આ જગવિખ્યા શિવાલયો ની વિગતે માહિતી આપવા લાગ્યા હોય. થાનગઢ નો નાનો એવો બાળક હોય એ પણ આ શિવાલયો થી અજાણ તો નાજ હોય. અહી લોકો વેહલી સવારે પોતાના દિવસ ની શરૂઆત આ શિવાલયો ના દર્શન કરી ને જ કરે છે. ચાલો થાનગઢ ના આ શિવમંદિરો આપને વીગતે વાત કરી અહી સફર કરાવી દવ...

થાનગઢ ના ગામ દેવતા “ શ્રી વાસુકી દાદા “ : થાન ગામ ના મધ્ય માં તળાવ ના કાંઠે ભગવાન ભોડ્યાનાથ ના આભુષણ વાસુકી દાદા નું મંદિર આવેલું છે. મંદિર ને થોદાજ સમય પેહલા સુંદર મજાને પ્રવેશ દ્વાર બાંધવામાં આવ્યો છે. આ મંદિર માં મંદિર ની અંદર પ્રવેશ કરતા જ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ, શ્રી નાગદેવતા, નાગણેજી માં, શ્રી વિશ્વકરમાં ભગવાન, શ્રી હનુમાનજી મહારાજ નું મંદિર છે. મંદિર ના ફળિયા માં શીતળા માતા નું મંદિર અને ગુરુ, સંતો, નાગદેવતા, તથા શિવલિંગ ની નાની મોટી દેરીયો છે. મંદિર પર હેય ને સુંદર મજાની વાસુકી દાદા ની આકૃતિ વાડી ધજા ફરકે છે. મંદિર ની પાસેજ એક સુંદર વાવ છે. એમ કેહવામાં આવે છે કે આ વાવ ના ભોંયરા થી છેક તરણેતર ના કુંડ શુધી જઈ શકાય છે. મંદિર ની સુંદર મજાની લીલીછમ  વાડી પણ છે. જેમાં હેય ની મુછાળા વાસુકી દાદારહેછે જેના દર્શન પણ હર રોજ લોકો ને થતા હોય છે. અહી મંદિરના ફળિયા માં સુંદર અને વિશાળ હોલ પણ છે. જ્યાં પ્રશોન્ગો માં ભજન અને ભોજાન થતા હોય છે. ત્યાં શ્રાવણ માસ માં, પીતરું માસ તથા નાના મોટા પ્રસંગે કથા થાતી હોય છે. કોઈ બહાર ગામ થી આવે તોય અહી હોલ માં આરામ કરી શકે આવી સારી વ્યવસ્થા પણ છે. અહી મહંતશ્રી મહાદેવ ગીરીજી પુત્ર શ્રી ભારતગીરીજી અને રાજેન્દ્ર ગીરીજી આ મંદિર માં પુંજા અર્ચના કરે છે.

શ્રી કાળેશ્વર મહાદેવ વિષે : કાળેશ્વર મહાદેવ નું મંદિર થાનગઢ ની મધ્યમાં પીપડા ના ચોક માં આવેલું છે. મંદિર ની ફરતે થાનગઢની બજાર અને મધ્યમાં મંદિર છે. મંદિર ની બહાર ફૂલહાર વાળા બેશેછે. મંદિર ની અંદર પ્રવેશ કરતા શ્રી હનુંમાન દાદા અને  ભોડ્યાનાથ ની મોટી શિવલિંગ છે. મંદિર ની નજીક પોલીચોકી છે. મંદિર બજાર ની મધ્ય માં હોવાથી આસ પાસ ની દુકાન વાળા, શાક ભાજી ની લારી વાળા, બજાર ના થડા વાળાઓ, અને નાનામોટા ધંધા દરીઓ અને ગામ ના વેપારીયો પોતાના ધંધાની શરૂઆત કરતા પેહલા આ મંદિરે દર્શન કરે છે. હરએક ને સૌ પ્રથમ ધંધાની શરૂઆત પેહલા પોતાના ધંધા પર બેસાડવા માં આવેલા ભગવાન, ધંધાની આવક થય હોય એ લક્ષ્મી ની પૂજા કરવાની, દીવાબતી કરવાની આદત હોય છે તો એની સાથે જ કાળેશ્વર દાદા ના મંદિરે પણ મંદીરની આસપાસ ના ધંધાર્થીઓ દીવાબતી કરતા હોય છે. આ મંદિર પર ભક્તો ની ભીડ હર રોજ જામેલી છે.

શ્રી ધોળેશ્વર મહાદેવ : આ મંદિર ની વાત કર્યે તો આ મંદિર ગામ ની બહાર કેહવાય પરંતુ હાલ થાનગઢ નો વિકાસ થતા આ મંદિરથી પણ આગળ નો વિસ્તાર વિકસી ગયો છે. આ મંદિર માં મુખ્ય મંદિર માં શિવજી ની સાથે પાર્વતીજી અને નંદી બિરાજે છે. મંદિર ના ફળ્યા માં તુલસી નો ક્યારો છે તથા પીપળો છે. સાથે નાની મોટી ડેરીયો અને સંતો મહંતો ગાદી છે. મંદિર ના ત્રણ ઘુમટ પર  કેશરી ધજાઓ ફરકે છે. હાલ આ મંદિર ની આસપાસ નો વિસ્તાર ધોળેશ્વર મહાદેવ વિસ્તાર તરીકેજ ઓળખાય છે. અહી બાવાજી પરિવાર આ મંદિરની પૂજા અર્ચના કરે છે. મંદિરની આસપાસ ના લોકો અહી હમેસા દર્શને અવતાહોય છે. આ વિસ્તારનું વાતાવરણ હમેસા શાંત હોય છે.

શ્રી ભોંયરેશ્વર મહાદેવ : આ મંદિર પથરો ની ટેકરીઓ પર અવેલ્લું છે. આ મંદિર થાનગઢ થી ચોટીલા તરફ જતા શરૂઆત માં આવે છે. આ મંદિર નો સુંદર મજાનો પ્રવેશદ્વાર છે. મંદિર માં પ્રવેશવાની સાથેજ કૈક અલગ જગ્યાએ પોહચી ગયા હોય એવો એહસાસ થાય છે કારણ આતો જોગીઓ ની ભૂમિ છે. અહી સંતો મહંતો બિરાજમાન છે. બાવાસાધુઓ ના અખંડ ધુણા હમેશા ધમધમતા રહેછે. અહી મુખ્ય મંદિર માં શિવજીની શિવલિંગ છે સાથે પાર્વતીજી બિરાજમાન છે. અહી થાનગઢ ના શિલ્પકારો એ બનાવેલી દુંદાળા દેવ શ્રી ગણેશજી અને જટાળાજોગી ભોડ્યાનાથ સાથે પાર્વતી અને ગંગાજી કૈલાસ ના સુંદર દ્રશ્ય સાથે ની અદભુત પ્રતિમાઓ છે. સંતો મહંતો ની ગાદી, સમાધિ અને પ્રતિમાઓ પણ અહી દર્શનીય છે. અહી વ્યવસ્થાપક તરીકે મહંત શ્રી રામ નાથ ગીરી બાપુ અને તપસ્વી ગુરુ શ્રી શીવગૌરીગીરી મહારાજ અને કપૂર થલા પરિવાર (૧૩મઢી) છે. અને સંસ્થાપક તરીકે બ્રહ્મલીન મહંત શ્રી સાગર ગીરીજી મહારાજ છે. આ જગ્યા શ્રી ભોય્રેશ્વર મહાદેવ મંદિર પંચ દશનામ જુના અખાડા થાનગઢ તરીકે ઓળખાય છે. આજે મહાશિવરાત્રી છે અને અહી શ્રી ભોડ્યાનાથ મૂર્તિ પ્રતિમા ખંડિત થઇ હોવાથી તારીખ ૯ માર્ચ ૨૦૧૩ , વદ ૧૩ (તેરસ) ના દિવશે નવી મૂર્તિ ની પધરામણી અને રુદ્રાભિષેક નો ભવ્ય કાર્યક્રમ હતો. સાથે ભવ્ય ભજન ની જમાવટ વાળો ડાયરો પણ હતો. કીર્તિદાન ગઢવી ના મધુર સ્વર માં મહાદેવ ના ભજન ની રમાંજત જામી હતી.
સાથે આખા ગામ થાનગઢ ને ધુમાડા બંધ જમણવાર પણ કરવા માં આવ્યો હતો. થાનગઢ ની દરેક શેરિયો ના બાળકો થી માંડી વ્રોધ સુધીના દરેકે ભોડ્યા નાથ ની પ્રસાદી લીધી હતી. આવીજ રીતે હમેસા આ ભોડ્યાનાથ ની પવન ભૂમિમાં ડાયરાઓ, સંતોના સત્સંગ, બાવાસધુઓ ની ચલમો ના ધુમાડા, બવાસધુઓ ના ધખધખતા અખંડ ધુણા સતત ચાલતાજ રહે છે. આ મંદિર ની સવાર સાંજ ની આરતી નો પણ લાહવો એક વાર અચૂક લેવા જેવો છે. નગારા, સંખ નાદ, જલારો ની રમજટ...કૈક અલગ અંદાજ માં અહી આરતી ની જમાવટ જોવા મળે છે.

આપડી સફર ને આગળ વધારતા આપડે થાનગઢ થી થોડે દુર આવેલા પરંતુ જેને થાનગઢ નોજ એક ભાગ ગણવામાં આવે છે એવા જગવિખ્યાત મંદિર તરણેતર અને જર્યા મહાદેવ ની વાત કર્યે.

ત્રીનેતેશ્વર મહાદેવ મંદિર તરણેતર : સૌરાષ્ટ્ર ના ત્રણ શિવ મંદિરો જગત આખા માં પ્રશિધ છે -સોમનાથ, ભવનાથ અને તરણેતર. થાનગઢ થી ૧૧ કીલોમીટર દુર ઉતર દિશાએ તરણેતર (ત્રિનેત્રેશ્વર) આવેલું છે. અહી ના ભાતીગળ મેળા ને કારણે મંદિર છેક દિનિયા ના છેડે સુધી ના ગામ સુધી પ્રસિદ્ધ બન્યું છે. આ મંદિર ની ઘણી કથાઓ છે અમાની થોડી વાત કર્યે તો આ મંદિરના કુંડમાં અર્જુને મત્સ્યવેધ કર્યો હતો. કણ્વ ઋષિએ અહી મહાદેવની પૂજા કરી હતી આવું પણ કેહવાય છે. અયોધ્યાના સૂર્યવંશી રાજા યુંવાનાશ્વરે પણ યજ્ઞ કર્યો હતો એમ પણ કેહવાય છે. શિવજી એ કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો એ સ્થળ પણ તરણેતર એવું કેહવાય છે. આ મંદિર દસમી સદી નું છે આવું મનાય છે. આ મંદિર નો જીરનો દ્વાર લાક્તર ના રાજા કરણસિંહજી કરાવ્યો હતો. અહી મોટું શિવલિંગ છે એ પ્રાચીન છે અને નાનું છે કરણસિંહજી જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ છે. અહી મંદિર ફરતે ગઢ છે અને તાના ૨ પ્રવેશદ્વાર છે. ફરતે કુંડ અને વચે મંદિર અને તુલાશીક્યારો તથા ગૌમુખ છે. આ ગૌમુખ ની એક તરાફ થી બીજી તરફ નીકળવા માટે બારી જેટલી જગ્યા છે. એમ મનાય છે કે એક તરફ થી બીજી તરફ એ બારી માંથી જ વ્યક્તિ પસાર થાય અનો બેડો પાર થયજાય છે એને કરેલે પાપ નસ્ટપામે છે. મંદિર ની શિલ્પ ની કળા કૃતિઓ ખુબ ખુબ સુંદર છે. મંદિર પર એટલી સુંદર મજાની હેય ને છેક નીચે કુંડ માં અડે એવળી ધજા લેહરાય. તરણેતરનો મેળો હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ, એમ ત્રણ દિવસ માટે દર વર્ષે યોજાય છે.  પાંચમ ના દિવસે ધજા બદલવા માં આવે છે. તરણેતર ની નજીક મહાકાળી માતાજી અને ખાખરીયા હનુમાન નું  મંદિર આવેલું છે. ખાસ કરી ને મંદિર મેળા ને કારણે પ્રચલિત છે. આ મેળા ની વાતો આપડે મેળાના સમયે જ કરીશું તો વધુ મોજ આવે હે..

હવે આપડી સફર ને આગળ વધારતા હાલો તમને ઘટાદાર જંગલો વચે ના સુંદર શીવાલય ની વાત કરું.

જર્યા મહાદેવ : થાનગઢ થી ૧૩(તેર) કિલોમીટર દુર આ મંદિર માંડવ પ્રાકૃતિક વન ના ઘટાદાર વ્રુક્ષો અને લીલીછમ  ઘટાઓ ની વચે કુદરત રચિત ગુફાઓમાં આવેલું છે. તજજ્ઞોના મત પ્રમાણે આ સ્થાનક ૧૫ મી સદી નું હોવાનું મનાય છે. એમ મનાય છે કે અહી ની શિવલિંગ નો ઘડનાર જગતનો નાથ ભોડ્યોનાથ જ છે. તે આપ મેળે પ્રગટેલું છે. અહી ની વિશેષતા એ છે કે તેના થાળા માં એક સાથે ત્રણ શિવલિંગ છે અને ૨૪કલાક એના પર જડા અભિષેક થયાજ કરે છે.અહી ત્રણ ચંદન ના વ્રુક્ષ છે. મૂખ્ય મંદિર ની સામે ની બાજુ એક નેહર છે. ત્યાં પણ કુદરતીજ પ્રગતિ આવેલી શિવલિંગ છે. નજીક માં ચેક ડેમ પણ છે. અહી એક ગુફા પણ છે જેમાં મહાકાળી માતાજી નું મંદિર છે. અહી નાના મોટા તહેવારો માં લોકો ફરવા આવે છે. લોકો સાથે ભાતું બાંધી ને પુરોદિવસ આ જગ્યા એ સહપરિવા આવે છે. ધાર્મિક સ્થળ ની સાથે આ પ્રવાસન સ્થળ બની ગયું છે.

બસ આપડી સફર અહીજ સમાપ્ત કર્યે....

દરેક ભક્તો ને ફરી એક વાર જય મહાદેવ...જય જય ભોલે ભંડારી...

Tuesday 26 February 2013

MY MOBILE PHOTOGRAPHY - birds and snakes at sundarvan "ahmedabad"












દર રવિ વારે કૈક ને કૈક આયોજન હોય કે શું કર્યે? ક્યાં ફરવા જવું? સમય કેમ પસાર કરવો? એટલે અમે મિત્રો એ આ વખતે વિચાર્યું કે ક્યાંક ફરવા જઈયે.એટલા માં એક મિત્ર એ અમદાવાદ ની સુંદર જગ્યાઓ ની માહિત સાથે નો નકશો કાઢ્યો અને પછી બધી જગ્યાઓ માં એક સુંદરવન નજીક. એટલે અમે મિત્રો સુંદરવન ની સફર કરવાનું વિચાર્યું અને નીકળીગયા. ખુબજ આનંદ, મોજ, મજાક મસ્તી સાથે સાંજ ના ૫ વાગ્યા શુંધી અમે મિત્રો એ આ અદભુત અને સુંદર પક્ષીઓ અને સાપ નિહાળ્યા....

Sunday 3 February 2013

nature beauty



http://www.thangadh.com/gallery/bandiyabeli/

પાંચાળ પ્રદેશની પથરાળ અને લાંપડિયાળ ભુમી, સુકી અને વેરાન ધરતી. આ પ્રદેશની વચ્ચો-વચ પ્રકૃત્તીએ પોતાના સૌંદર્યને છુટે હાથે વેર્યુ છે. આ સ્થળ છે ‘બાંડીયાબેલી’. થાનની આજુબાજુના પચાસેક કી.મી.ના વિસ્તારમા નાનકડું જંગલ પથરાયેલું છે. આ જંગલ ‘માંડવ વન’ કે ‘માંડવનુ વીડ’ તરીકે ઓળખાય છે. વનની વચ્ચે ‘બાંડીયાબેલી’નુ મનમોહક સ્થળ આવેલું છે. અહીં જાંબુડા, આંબલી, ગુગળ, કેવડા, પીપળા વગેરે અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે. આ ગીચ વનરાજીને લીધે અહી બારેમાસ વાતાવરણ શીતળ રહે છે.

આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયારૢ વરુૢ ઘોરાડ પક્ષીૢ હુબારા ઘોરાડ અને શિયાળૢ જંગલ બિલાડી મુખ્ય પ્રાણીઓ છે.અન્ય પ્રજાતિઓમાં જંગલી ડુક્કર, સસલા, મુષકળ. અહી મોર, ટીટોડી,અનેક પ્રકાર ની ચકલીઓ, કબર, પોપટ જેવા પક્ષીઓ વધુ પ્રમાણ માં છે. ખાસ કરી ને શિયાળા અને ચોમાસા ના સમય માં અહી અનેક પ્રકાર ના બગલો અને બીજા જળચર પક્ષીઓ આવતા રહે છે.જંગલની અંદર જ ૨૫થી ૩૦ કિલોમીટરનાં રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે. શહેરની ભીડભાડ અને તણાવયુક્ત વાતવરણથી દુર આવેલું આ એક સુંદર અને મનને અદભુત શાંતિ આપનારું મનોરમ્ય પ્રાકૃતિક સ્થળ છે. માંડવનુ વીડ તથા ખારાઘોડા અભિયારણ ના અમુક પક્ષીઓ આપ અહી નીહાળી શકો છો














અદભુત કુદરત "landscape photography"



મિત્રો, હું હરતા ફરતા ફોટા તો પડતોજ રહું છુ. પણ હું ગમેત્યા ફરતો હોવ પણ મને બધેજ કુદરત દેખાય છે.દુનિયા માં પ્રભુ એ nature એટલે કે વ્રુક્ષ, ફળ, ફૂલ, પાંદ, પક્ષી,પશું, આ બધું જ નાં બનાવ્યું હોત તો આ દુનિયા જ ના હોત. આપડા થાનગઢ માં પણ અદભુત કુદરત છે. "બાંડિયાબેલી" જેને માંન્ડવ પ્રાકૃતિક વન પણ કહે છે. ચાલો મિત્રો આપને એ જગ્યાની સફર કરાવી દવ. બાંડિયાબેલીનું જંગલ થાનગઢનાં જગંલોમાં અંદરો-અંદર પથરાયેલું છે. જંગલની અંદર જ ૨૫થી ૩૦ કિલોમીટરનાં રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે. પથરાળ વિસ્તારમાં ફેલાયેલાં જંગલમાં નાનાં-નાનાં તળાવ તથા ચેકડેમ જોવા મળે છે. જંગલમાં નાના-મોટા અનેક વેકળાં(છીછરી નદીઓ) હોવાથી ખુબ જ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. બાંડિયાબેલીનું જંગલ થાનગઢનાં જગંલોમાં અંદરો-અંદર પથરાયેલું છે. અહી ખુબ જ સુંદર પક્ષીઓ અને પશુઓ વસવાટ કરે છે. બાંડિયાબેલી જગ્યા માં ગાયો પણ મોટી સંખ્યામાં રહે છે. પાંચાળ વિશેની બહુ પ્રચલિત કહેવત છે 
"ખડ પાણી અને ખાખરા, પત્થરનો નહીં પાર,
નર પટાદર નીત જે, દેવભુમિ પાંચાળ" 

વળી, આ ભુમિ કૃષ્ણની પટરાણી સત્યભામાનું મોસાળ અને દ્રોપદીનું પિયર હોઇ પૌરાણિક મંદિરો ઘણાં જોવા મળે છે મિત્રો આપ આ અદભુત કુદરત ને જાણવા અને માનવા અચૂક થી પધારશો. મિત્રો આપ સમક્ષ મેં કેદ કરેલા કુદરતી નજરા ને રજુ કરું છુ તો જરૂર થી નિહાળશો....