Sunday 10 March 2013




આજે મહાશિવરાત્રી છે... વાહલા ભક્ત જનો ને હર હર મહાદેવ...જય જય શ્રી પરશુરામ...
આપણા થાનગઢ ની આસપાસ અને થાનગઢ માં ઘણા શિવ મંદિર આવેલા છે. એમાં તરણેતર અને જરીયા મહાદેવ એતો જગવિખ્યાત મંદિર છે. સાથે સાથે અપણા ગામ દેવતા વાસુકી દાદા નું મંદિર પણ પ્રચલિત છે. થાનગઢ માં કાળેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ અને ભોંયરેશ્વર મહાદેવ પણ ખુબ જ અદભૂત અને સુંદર શિવાલયો છે. અને ગમેત્યા જાવ લોકોને આપણા થાનગઢની ઓળખ આપવી હોય તો ફક્ત એટલું જ કેહવું પડે કે તરણેતર વાળું થાન, વાસુકીદાદા વાળું થાન, જરીયા મહાદેવ વાળું થાન. આપડે તો થાન કહીએ ત્યાતો લોકો આ જગવિખ્યા શિવાલયો ની વિગતે માહિતી આપવા લાગ્યા હોય. થાનગઢ નો નાનો એવો બાળક હોય એ પણ આ શિવાલયો થી અજાણ તો નાજ હોય. અહી લોકો વેહલી સવારે પોતાના દિવસ ની શરૂઆત આ શિવાલયો ના દર્શન કરી ને જ કરે છે. ચાલો થાનગઢ ના આ શિવમંદિરો આપને વીગતે વાત કરી અહી સફર કરાવી દવ...

થાનગઢ ના ગામ દેવતા “ શ્રી વાસુકી દાદા “ : થાન ગામ ના મધ્ય માં તળાવ ના કાંઠે ભગવાન ભોડ્યાનાથ ના આભુષણ વાસુકી દાદા નું મંદિર આવેલું છે. મંદિર ને થોદાજ સમય પેહલા સુંદર મજાને પ્રવેશ દ્વાર બાંધવામાં આવ્યો છે. આ મંદિર માં મંદિર ની અંદર પ્રવેશ કરતા જ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ, શ્રી નાગદેવતા, નાગણેજી માં, શ્રી વિશ્વકરમાં ભગવાન, શ્રી હનુમાનજી મહારાજ નું મંદિર છે. મંદિર ના ફળિયા માં શીતળા માતા નું મંદિર અને ગુરુ, સંતો, નાગદેવતા, તથા શિવલિંગ ની નાની મોટી દેરીયો છે. મંદિર પર હેય ને સુંદર મજાની વાસુકી દાદા ની આકૃતિ વાડી ધજા ફરકે છે. મંદિર ની પાસેજ એક સુંદર વાવ છે. એમ કેહવામાં આવે છે કે આ વાવ ના ભોંયરા થી છેક તરણેતર ના કુંડ શુધી જઈ શકાય છે. મંદિર ની સુંદર મજાની લીલીછમ  વાડી પણ છે. જેમાં હેય ની મુછાળા વાસુકી દાદારહેછે જેના દર્શન પણ હર રોજ લોકો ને થતા હોય છે. અહી મંદિરના ફળિયા માં સુંદર અને વિશાળ હોલ પણ છે. જ્યાં પ્રશોન્ગો માં ભજન અને ભોજાન થતા હોય છે. ત્યાં શ્રાવણ માસ માં, પીતરું માસ તથા નાના મોટા પ્રસંગે કથા થાતી હોય છે. કોઈ બહાર ગામ થી આવે તોય અહી હોલ માં આરામ કરી શકે આવી સારી વ્યવસ્થા પણ છે. અહી મહંતશ્રી મહાદેવ ગીરીજી પુત્ર શ્રી ભારતગીરીજી અને રાજેન્દ્ર ગીરીજી આ મંદિર માં પુંજા અર્ચના કરે છે.

શ્રી કાળેશ્વર મહાદેવ વિષે : કાળેશ્વર મહાદેવ નું મંદિર થાનગઢ ની મધ્યમાં પીપડા ના ચોક માં આવેલું છે. મંદિર ની ફરતે થાનગઢની બજાર અને મધ્યમાં મંદિર છે. મંદિર ની બહાર ફૂલહાર વાળા બેશેછે. મંદિર ની અંદર પ્રવેશ કરતા શ્રી હનુંમાન દાદા અને  ભોડ્યાનાથ ની મોટી શિવલિંગ છે. મંદિર ની નજીક પોલીચોકી છે. મંદિર બજાર ની મધ્ય માં હોવાથી આસ પાસ ની દુકાન વાળા, શાક ભાજી ની લારી વાળા, બજાર ના થડા વાળાઓ, અને નાનામોટા ધંધા દરીઓ અને ગામ ના વેપારીયો પોતાના ધંધાની શરૂઆત કરતા પેહલા આ મંદિરે દર્શન કરે છે. હરએક ને સૌ પ્રથમ ધંધાની શરૂઆત પેહલા પોતાના ધંધા પર બેસાડવા માં આવેલા ભગવાન, ધંધાની આવક થય હોય એ લક્ષ્મી ની પૂજા કરવાની, દીવાબતી કરવાની આદત હોય છે તો એની સાથે જ કાળેશ્વર દાદા ના મંદિરે પણ મંદીરની આસપાસ ના ધંધાર્થીઓ દીવાબતી કરતા હોય છે. આ મંદિર પર ભક્તો ની ભીડ હર રોજ જામેલી છે.

શ્રી ધોળેશ્વર મહાદેવ : આ મંદિર ની વાત કર્યે તો આ મંદિર ગામ ની બહાર કેહવાય પરંતુ હાલ થાનગઢ નો વિકાસ થતા આ મંદિરથી પણ આગળ નો વિસ્તાર વિકસી ગયો છે. આ મંદિર માં મુખ્ય મંદિર માં શિવજી ની સાથે પાર્વતીજી અને નંદી બિરાજે છે. મંદિર ના ફળ્યા માં તુલસી નો ક્યારો છે તથા પીપળો છે. સાથે નાની મોટી ડેરીયો અને સંતો મહંતો ગાદી છે. મંદિર ના ત્રણ ઘુમટ પર  કેશરી ધજાઓ ફરકે છે. હાલ આ મંદિર ની આસપાસ નો વિસ્તાર ધોળેશ્વર મહાદેવ વિસ્તાર તરીકેજ ઓળખાય છે. અહી બાવાજી પરિવાર આ મંદિરની પૂજા અર્ચના કરે છે. મંદિરની આસપાસ ના લોકો અહી હમેસા દર્શને અવતાહોય છે. આ વિસ્તારનું વાતાવરણ હમેસા શાંત હોય છે.

શ્રી ભોંયરેશ્વર મહાદેવ : આ મંદિર પથરો ની ટેકરીઓ પર અવેલ્લું છે. આ મંદિર થાનગઢ થી ચોટીલા તરફ જતા શરૂઆત માં આવે છે. આ મંદિર નો સુંદર મજાનો પ્રવેશદ્વાર છે. મંદિર માં પ્રવેશવાની સાથેજ કૈક અલગ જગ્યાએ પોહચી ગયા હોય એવો એહસાસ થાય છે કારણ આતો જોગીઓ ની ભૂમિ છે. અહી સંતો મહંતો બિરાજમાન છે. બાવાસાધુઓ ના અખંડ ધુણા હમેશા ધમધમતા રહેછે. અહી મુખ્ય મંદિર માં શિવજીની શિવલિંગ છે સાથે પાર્વતીજી બિરાજમાન છે. અહી થાનગઢ ના શિલ્પકારો એ બનાવેલી દુંદાળા દેવ શ્રી ગણેશજી અને જટાળાજોગી ભોડ્યાનાથ સાથે પાર્વતી અને ગંગાજી કૈલાસ ના સુંદર દ્રશ્ય સાથે ની અદભુત પ્રતિમાઓ છે. સંતો મહંતો ની ગાદી, સમાધિ અને પ્રતિમાઓ પણ અહી દર્શનીય છે. અહી વ્યવસ્થાપક તરીકે મહંત શ્રી રામ નાથ ગીરી બાપુ અને તપસ્વી ગુરુ શ્રી શીવગૌરીગીરી મહારાજ અને કપૂર થલા પરિવાર (૧૩મઢી) છે. અને સંસ્થાપક તરીકે બ્રહ્મલીન મહંત શ્રી સાગર ગીરીજી મહારાજ છે. આ જગ્યા શ્રી ભોય્રેશ્વર મહાદેવ મંદિર પંચ દશનામ જુના અખાડા થાનગઢ તરીકે ઓળખાય છે. આજે મહાશિવરાત્રી છે અને અહી શ્રી ભોડ્યાનાથ મૂર્તિ પ્રતિમા ખંડિત થઇ હોવાથી તારીખ ૯ માર્ચ ૨૦૧૩ , વદ ૧૩ (તેરસ) ના દિવશે નવી મૂર્તિ ની પધરામણી અને રુદ્રાભિષેક નો ભવ્ય કાર્યક્રમ હતો. સાથે ભવ્ય ભજન ની જમાવટ વાળો ડાયરો પણ હતો. કીર્તિદાન ગઢવી ના મધુર સ્વર માં મહાદેવ ના ભજન ની રમાંજત જામી હતી.
સાથે આખા ગામ થાનગઢ ને ધુમાડા બંધ જમણવાર પણ કરવા માં આવ્યો હતો. થાનગઢ ની દરેક શેરિયો ના બાળકો થી માંડી વ્રોધ સુધીના દરેકે ભોડ્યા નાથ ની પ્રસાદી લીધી હતી. આવીજ રીતે હમેસા આ ભોડ્યાનાથ ની પવન ભૂમિમાં ડાયરાઓ, સંતોના સત્સંગ, બાવાસધુઓ ની ચલમો ના ધુમાડા, બવાસધુઓ ના ધખધખતા અખંડ ધુણા સતત ચાલતાજ રહે છે. આ મંદિર ની સવાર સાંજ ની આરતી નો પણ લાહવો એક વાર અચૂક લેવા જેવો છે. નગારા, સંખ નાદ, જલારો ની રમજટ...કૈક અલગ અંદાજ માં અહી આરતી ની જમાવટ જોવા મળે છે.

આપડી સફર ને આગળ વધારતા આપડે થાનગઢ થી થોડે દુર આવેલા પરંતુ જેને થાનગઢ નોજ એક ભાગ ગણવામાં આવે છે એવા જગવિખ્યાત મંદિર તરણેતર અને જર્યા મહાદેવ ની વાત કર્યે.

ત્રીનેતેશ્વર મહાદેવ મંદિર તરણેતર : સૌરાષ્ટ્ર ના ત્રણ શિવ મંદિરો જગત આખા માં પ્રશિધ છે -સોમનાથ, ભવનાથ અને તરણેતર. થાનગઢ થી ૧૧ કીલોમીટર દુર ઉતર દિશાએ તરણેતર (ત્રિનેત્રેશ્વર) આવેલું છે. અહી ના ભાતીગળ મેળા ને કારણે મંદિર છેક દિનિયા ના છેડે સુધી ના ગામ સુધી પ્રસિદ્ધ બન્યું છે. આ મંદિર ની ઘણી કથાઓ છે અમાની થોડી વાત કર્યે તો આ મંદિરના કુંડમાં અર્જુને મત્સ્યવેધ કર્યો હતો. કણ્વ ઋષિએ અહી મહાદેવની પૂજા કરી હતી આવું પણ કેહવાય છે. અયોધ્યાના સૂર્યવંશી રાજા યુંવાનાશ્વરે પણ યજ્ઞ કર્યો હતો એમ પણ કેહવાય છે. શિવજી એ કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો એ સ્થળ પણ તરણેતર એવું કેહવાય છે. આ મંદિર દસમી સદી નું છે આવું મનાય છે. આ મંદિર નો જીરનો દ્વાર લાક્તર ના રાજા કરણસિંહજી કરાવ્યો હતો. અહી મોટું શિવલિંગ છે એ પ્રાચીન છે અને નાનું છે કરણસિંહજી જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ છે. અહી મંદિર ફરતે ગઢ છે અને તાના ૨ પ્રવેશદ્વાર છે. ફરતે કુંડ અને વચે મંદિર અને તુલાશીક્યારો તથા ગૌમુખ છે. આ ગૌમુખ ની એક તરાફ થી બીજી તરફ નીકળવા માટે બારી જેટલી જગ્યા છે. એમ મનાય છે કે એક તરફ થી બીજી તરફ એ બારી માંથી જ વ્યક્તિ પસાર થાય અનો બેડો પાર થયજાય છે એને કરેલે પાપ નસ્ટપામે છે. મંદિર ની શિલ્પ ની કળા કૃતિઓ ખુબ ખુબ સુંદર છે. મંદિર પર એટલી સુંદર મજાની હેય ને છેક નીચે કુંડ માં અડે એવળી ધજા લેહરાય. તરણેતરનો મેળો હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ, એમ ત્રણ દિવસ માટે દર વર્ષે યોજાય છે.  પાંચમ ના દિવસે ધજા બદલવા માં આવે છે. તરણેતર ની નજીક મહાકાળી માતાજી અને ખાખરીયા હનુમાન નું  મંદિર આવેલું છે. ખાસ કરી ને મંદિર મેળા ને કારણે પ્રચલિત છે. આ મેળા ની વાતો આપડે મેળાના સમયે જ કરીશું તો વધુ મોજ આવે હે..

હવે આપડી સફર ને આગળ વધારતા હાલો તમને ઘટાદાર જંગલો વચે ના સુંદર શીવાલય ની વાત કરું.

જર્યા મહાદેવ : થાનગઢ થી ૧૩(તેર) કિલોમીટર દુર આ મંદિર માંડવ પ્રાકૃતિક વન ના ઘટાદાર વ્રુક્ષો અને લીલીછમ  ઘટાઓ ની વચે કુદરત રચિત ગુફાઓમાં આવેલું છે. તજજ્ઞોના મત પ્રમાણે આ સ્થાનક ૧૫ મી સદી નું હોવાનું મનાય છે. એમ મનાય છે કે અહી ની શિવલિંગ નો ઘડનાર જગતનો નાથ ભોડ્યોનાથ જ છે. તે આપ મેળે પ્રગટેલું છે. અહી ની વિશેષતા એ છે કે તેના થાળા માં એક સાથે ત્રણ શિવલિંગ છે અને ૨૪કલાક એના પર જડા અભિષેક થયાજ કરે છે.અહી ત્રણ ચંદન ના વ્રુક્ષ છે. મૂખ્ય મંદિર ની સામે ની બાજુ એક નેહર છે. ત્યાં પણ કુદરતીજ પ્રગતિ આવેલી શિવલિંગ છે. નજીક માં ચેક ડેમ પણ છે. અહી એક ગુફા પણ છે જેમાં મહાકાળી માતાજી નું મંદિર છે. અહી નાના મોટા તહેવારો માં લોકો ફરવા આવે છે. લોકો સાથે ભાતું બાંધી ને પુરોદિવસ આ જગ્યા એ સહપરિવા આવે છે. ધાર્મિક સ્થળ ની સાથે આ પ્રવાસન સ્થળ બની ગયું છે.

બસ આપડી સફર અહીજ સમાપ્ત કર્યે....

દરેક ભક્તો ને ફરી એક વાર જય મહાદેવ...જય જય ભોલે ભંડારી...

No comments:

Post a Comment